મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને માર મારનારા પિતા-પુત્રની ધરપકડ


SHARE







મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને માર મારનારા પિતા-પુત્રની ધરપકડ

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને રોકીને આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ સવશીભાઈ માલણીયા જાતે દેવીપૂજક (૨૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જુસબભાઈ નથુભાઈ કૈઇડા અને મહેબુબભાઇ રહે. બંને જેતપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાના મકાન આગળ આવેલ પોતાની જમીનના પ્લોટમાં દિવાલ બનાવતો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જુસબભાઈ નથુભાઈ કૈઇડાએ લાકડીના ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા પગમાં માર માર્યો હતો અને બંને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વિક્રમભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી જુસબભાઈ નથુભાઈ કૈઇડા (૬૮) અને મહેબુબભાઇ જુસબભાઈ કૈઇડા (૩૫) રહે. બંને મૂળ જેતપર હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક વાળાની ધરપકડ કરેલ છે






Latest News