મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડ: બે મહિલા સહિત ત્રણ પકડાયા


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડ: બે મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબી શહેરના માધાપર અને વીસીપરામાં ધોળેશ્વર રોડ ઉપર જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવેલ છે અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી શહેરના માધાપર શેરી નં-૫ પાસે રામજી મંદિર વાળી શેરીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા સુનિલ સવજીભાઈ પરમાર જાતે દલવાડી (૨૭) રહે. માધાપર શેરી નં-૫ વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦૦૦ ની રોકડ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર રાજ બેકરી સામે ખોડીયારપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા શારદાબેન સુરેશભાઈ કુમાદરા જાતે કોળી (૪૨) અને શોભનાબેન પ્રવીણભાઈ દેકાવાડિયા જાતે (૩૩) રહે. બંને ખોડીયારપરા વાળી જુગાર રમતા મળી આવી હોય પોલીસે તેની પાસેથી રોકડા ૭૯૦ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હનીફાબેન જુસબભાઈ ચાનિયા (૭૫) નામના વૃદ્ધાને તેના ઘર પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે






Latest News