મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે અજાણ્યા બાઈક ચાલકે રાહદારી યુવાનને ઉડાવ્યો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે અજાણ્યા બાઈક ચાલકે રાહદારી યુવાનને ઉડાવ્યો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના નજીક અજાણ્યા બાઈક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી યુવાનને ઇજા થતા મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફાર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના નજીક રસ્તા ઉપરથી અક્ષયસિંઘ (૨૬) નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને આ યુવાનને માથા અને મગજમાં ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઇજા પામેલ યુવાન સારવારમાં

વાંકાનેરમાં સીટી બસ સ્ટેશન પાસે રહેતો શૈલેષ હસમુખભાઈ લકુમ (૩૧) નામનો યુવાન મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ ઓમેક્ષ સીરામીક ખાતે કામગીરી કરી રહ્યો હતો દરમિયાન તે પહેલા માળેથી નીચે પટકાતા તેને માથા અને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતો ધ્રુવ રાજેન્દ્રભાઈ બોપલિયા (૧૨) નામનો બાળક બાઇકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રકૃતિ સોસાયટી પાસે બાઈક સ્લીપ થઈ ગયુ હતું જેથી ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News