મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા મુદે મોરબી જિલ્લા કોંગ્રેસના ધરણા: ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર


SHARE







રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા મુદે મોરબી જિલ્લા કોંગ્રેસના ધરણા: ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી છે અને બીજા જ દિવસે તેનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેથી કરીને સમગ્ર દેશમાં કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરોમાં આક્રોશની લાગણી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા તા ૨૭/૦૩/૨૩ ને સોમવારે નવા બસ સ્ટેન્ડ સામે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણી, મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, કે.ડી. બાવરવા, ચિરાગભાઈ રાચ્છ, રામજીભાઇ સાવધાર, ટીનાભાઇ પટેલ, દીપકભાઈ પરમાર, રાજેશભાઈ ચૌહાણ, ઇકબાલભાઈ જેડા, લલિતભાઈ કસૂન્દ્રા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા કોંગ્રેસેના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી સાથે જે ઘટના બની છે તેની સખત નિંદા કરવામાં આવી છે અને સત્યની આ લડતમાં રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને કરોડો લોકો સત્ય અને ન્યાયની આ લડાઈમાં રાહુલજીની સાથે છે તેવો મેસેજ આપવામાં આવ્યો છે અને ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા






Latest News