મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલી જુથ અથડામણના બનાવમાં વધુ ચારની ધરપકડ


SHARE











મોરબીમાં અગાઉ થયેલી જુથ અથડામણના બનાવમાં વધુ ચારની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ નજીક તેમજ મહેન્દ્રપરા વિસ્તારમાં એમ મારામારીના બે બનાવો બન્યા હતા.જૂથ અથડામણના આ બનાવમાં સામસામી ફરિયાદો નોંધાઈ હતી જેમાં અગાઉ એક પક્ષના ચાર શખ્સોની ધરપકડ કરાઈ હતી અને કલમ ૩૦૭ (ખુનની કોશીષ) હેઠળ ચારેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા હાલ વળીતી ફરિયાદમાં વધુ ચાર હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ સંદર્ભે સામેના પક્ષેથી ફરાયાદી બસીર યુસુફભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૦) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૭ વાળાએ નવાબ ફતેહમહમંદ કટીયા, બાબા સામતાણી, સાજીદ જેડા અને અશરફ સોહીન જેડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, છએક મહિના પહેલા ફરિયાદી બસીરભાઈના મિત્ર વિપુલ ગઢવીને સામેવાળાઓ સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયો હતો તે ઝગડાનો રોષ રાખીને સામેવાળાઓએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.ઉપરોક્ત મારામારીના બનાવમાં મોરબી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા નવાબ ઉર્ફે બાદશાહ ફતેહમામદ કટીયા મિંયાણા (૨૭) રહે.વીસીપરા, સાજીદ ઉર્ફે સાઝલો સાઉદીન જેડા મિંયાણા (૨૩) રહે.યમુનાનગર નવલખી રોડ, હુસેન ઉર્ફે બાબા આલમ સામતાણી મિંયાણા (૨૮) રહે.વીસીપરા કુલીનગર અને સતાર સલીમ શેખ (૩૦) રહે.રણછોડનગર પાણીના ટાંકા પાસે નવલખી રોડ વાળાઓની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં કોઈપણને માર મારવો, છરી હલાવી, જીવલેણ મરણતોલ માર મારવો તેમજ મર્ડર, લૂંટ-ચોરી તેમજ અંધાધુંધ ટ્રાફીક સહિતની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે ત્યારે જીલ્લામાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેવો સમગ્ર શહેર અને જીલ્લામાં ઘાટ સર્જાયો  રહ્યો છે જે પોલીસના અસ્તીત્વ ઉપર પ્રશ્નાર્થ સમાન હોય પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

યુવાન સારવારમાં : મોરબીના નવલખી રોડ ઉપર આવેલા શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતો પ્રવીણ રવજીભાઈ પરમાર નામનો ૨૫ વર્ષનો યુવાન મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ એસપી રોડ રામકો બંગલા નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે તેને રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રે ડો.સાગર પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો બનાવને પગલે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને બનાવની આગળની તપાસ હાથ ધરાયેલ છે.

ફીનાઇલ પી જતા યુવતી સારવારમાં : મોરબીના વજેપર વિસ્તાર પાછળ આવેલ સાયન્ટિફિક વાડી રોડ પાસે રહેતી અસ્મિતાબેન કરમણભાઈ કુડેચા જાતે કોળી નામની ૧૭ વર્ષની યુવતી તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેણીને અહીંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી જેને પગલે હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને કયા કારણોસર અસ્મિતાબેન કોળી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News