મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયનાન્સ પેઢીમાં લોનનો એક હપ્તો ન ભરતા યુવાનનું અપહરણ ! : એજન્ટ સહિત ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં ફાયનાન્સ પેઢીમાં લોનનો એક હપ્તો ન ભરતા યુવાનનું અપહરણ !: એજન્ટ સહિત ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના સનાળા રોડ ઉપર રહેતા યુવાને ખાનગી ફાઈનાન્સ પેઢીમાંથી લોન લીધી હતી જેનો માસિક એક હપ્તો ભર્યો ન હોવાથી ફાઇનાન્સ કંપનીનું રિકવરીનું કામ કરતા શખ્સ દ્વારા તે યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બાયપાસ રોડ બાજુ લઈ જઈને ત્યાં ગાળો આપીને પ્લાસ્ટિકના પાઇપ પડે માર મારીને લોનના હપ્તા ન ભરે તો ટાંટિયા ભાંગી નાખીશ એવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂના ઘાટીલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલની સામેના ભાગમાં પી.જી. ક્લોક લીમડા પાન વાડી શેરીમાં લાલજીભાઈ અઘારાના મકાનમાં ભાડેથી રહેતા સંજયભાઈ ધનજીભાઈ વિડ્જા જાતે પટેલ (૩૯) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ રહે મૂળ ધુળકોટ અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કોહીનુર કોમ્પલેક્ષ ખાતે આવેલી હિન્દુઝા ફાઇનાન્સમાંથી ૮.૩૦ લાખની લોન લીધી હતી જેનો માસિક એક હપ્તો ન ભર્યો હોવાથી ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટ ઋતુરાજસિંહ દ્વારા ફરિયાદી યુવાનની કાર નં જીજે ૩ કેપી ૬૩૬૫ ની આડે પોતાની સફેદ કલરની ગાડી ઉભી રાખીને ગાડીમાંથી ઉતરીને ફરિયાદી યુવાને ગાળો આપી હતી અને બળજબરીથી તેની ગાડીમાંથી ઉતારીને પોતાની ગાડીમાં બેસાડીને તેને મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ખુલ્લા વંડામાં લઈ ગયા હતા અને ત્યાં પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો આવી ગયા હતા અને ત્યારે ઋતુરાજસિંહે કહેલું કે “તું કેમ મકાનની લોન ના હપ્તા ભરતો નથી..?' અને ભૂંડા બોલી ગાળો આપી હતી ત્યારબાદ ત્યાં હાજર રહેલા ત્રણ અજાણ્યા માણસો દ્વારા પ્લાસ્ટિકના પાઇપ પડે આડેધડ માર મારવામાં આવ્યો હતો અને સમયસર મકાનની લોનના હપ્તા ન ભરે તો તારા ટાંટિયા ભાંગી નાખશું તેવી ધમકી આપી હતી અને ફરિયાદી યુવાનની ગાડીની ચાવી તેના ઉપર ઘા કરીને આરોપીઓ પોતાની કાર લઈને ત્યાંથી નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૪૧, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News