મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના સરૈયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતાં બસ સાથે બાઇક અથડાતાં દંપતિને ઈજા


SHARE











ટંકારાના રૈયા નજીક ડમ્પરની સાઈડ કાપવા જતાં બસ સાથે બાઇક અથડાતાં દંપતિને ઈજા

ટંકારાની લતીપર ચોકડીથી સરૈયા ગામ તરફ આવેલ પેટ્રોલ પંપ નજીક ડમ્પરનો ઓવરટેક કરવા જતા સામેથી આવતી એસટી બસ સાથે ડબલ સવારી બાઇક અથડાયું હતું જેથી કરીને દંપતિને ઈજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ છે અને હાલમાં એસટી બસમાં ચાલકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભુજના નાના થરાવડા ગામના રહેવાસી અને એસટી ડ્રાઇવર મયુરભાઈ લક્ષ્મણભાઈ મરંડ જાતે આહિર (૩૪) એ બાઈક નં જીજે ૩ બીકયું ૪૦૪૭ ના ચાલક બાબુભાઈ રાજાભાઈ ચાવડા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર સરૈયા ગામથી આગળ આવેલ ધરતી પેટ્રોલ પંપ પાસે બાઈક ચાલક ડમ્પરની સાઈડ કાપવા જતા સામેથી આવતી એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૬૮૦૫ ની ખાલી સાઈડમાં બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇક ચાલક તથા તેના પત્નીને ઈજા થઈ હતી માટે તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News