મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબીના રવાપર ગામે શિવશક્તિ સોસાયટી પાસે મોબાઇલમાં ક્રિકેટ લાઇવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચ જોઈને રનફેરનો જુગાર રમવામાં આવતો હતો જેથી ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની પોલીસે ૬૫૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે શિવશક્તિ સોસાયટી પાસે ક્રિકેટ લાઇવ ગુરુ ઓનલાઈન એપ્લિકેશનમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ જોઈને ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી સુરેશભાઈ મહેન્દ્રભાઈ પુજારા જાતે લોહાણા (૪૦) રહે. રવાપર ગામ શિવશક્તિ સોસાયટી કે.કે. ટાવર વાળી શેરી વાળો ક્રિકેટ સટ્ટો રમતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયા રોકડા તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૬૫૦૦ ના મુદ્દામાલ સાથે સુરેશભાઈ પુજારાની ધરપકડ કરી હતી અને તે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા રમેશભાઈ ગામી સાથે મોબાઈલ ફોન ઉપર રનફેરનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હોવાથી રમેશભાઈ ગામી સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News