મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં સગી દીકરીના વાંધાજનક ફોટો વિડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચારનાર બાપના રિમાન્ડ મંજૂર


SHARE











ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં સગી દીકરીના વાંધાજનક ફોટો વિડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચારનાર બાપના રિમાન્ડ મંજૂર

ટંકારા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની દીકરીનો દેહ તેનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી અભડાવી રહ્યો હતો અને મારકુટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી તે યુવતીએ પોલીસને આ અંગેની જાણ કરતાં ટંકારા પોલીસે આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોચાડી હતી અને ત્યાં યુવતીએ તેની આપવિતી જણાવતા તેના પિતાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરીને રીમાન્ડની માંગી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક ૧૮ વર્ષની યુવતી તેની પાસે આવી હતી અને તેને પોતાને ધરે નથી જવું તેવું કહ્યું હતું જેથી કરીને તે યુવતીને પોલીસે મોરબી સખી વન સ્ટોપ ખાતે પહોચાડી હતી અને તે યુવતીનું કાઉન્સિલ કરવમાં આવતા ટંકારા પોલીસ મથકે સખી સેન્ટરમાંથી ફોન કરીને આ યુવતી સગીરા હતી ત્યારથી એટ્લે કે છેલ્લા પાંચ વર્ષથી તેનો સગો બાપ આ યુવતીના દેહને અભડાવી રહ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હતો જેથી કરીને ટંકારાના પોલીસ અધિકારી એચ.આર. હેરભાએ ભોગ બનનારની હકીકત આધારે આઈપીસી કલમ ૩૭૬ (૨), (એફ), (જે)મ (કે), (એન), ૩૨૩, ૫૦૬(૨) તથા પોસ્કો એક્ટ ૫ (એલ), (એન)(૬) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપીએ તેની સગી દીકરીના વાંધાજનક ફોટો વિડિયો બનાવ્યા હતા જે વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે તે દુષ્કર્મ આચરતો હતો તેવી હકીકત તપાસમાં બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે






Latest News