મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે નામચીન શખ્સનાં ઘરમાં બનાવેલ ભોંયરામાંથી ૪.૬૯ લાખનો દારૂ બીયર ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE







 

મોરબીના શનાળા પાસે નામચીન શખ્સનાં ઘરમાં બનાવેલ ભોંયરામાંથી ૪.૬૯ લાખનો દારૂ બીયર ઝડપાયો: આરોપીની શોધખોળ

મોરબી રાજપર રોડ ઉપર નામચીન આરોપીના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાં રૂમમાં બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૪,૬૯,૭૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોવાથી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન એલસીબીના નિરવભાઇ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી તથા રામભાઇ મંઢને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી રાજપર રોડ મારૂતિ સુઝુકીના વર્કશોપની પાછળ ઓમ સાંઇ લાઇટની સામે રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરની અંદર તેના રૂમમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો

જેથી કરીને પોલીસે ઘરમાંથી J&B બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૧૧૮ બોટલો, બેલેન્ટાઇન ડ્રાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૪૮ બોટલો, જોનીવોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૪૮ બોટલો, જેમ્સન આઇરીસ વ્હીસ્કીની ૧૨, બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૧૮ બોટલો અને બડવાઇઝર મેગનમ બીયરના ૨૪ ટીન આમ કુલ મળીને ૪,૬૯,૭૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. શકત શનાળા, નીતીનનગર સોસાયટી મોરબી વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબી પીઆઇની સૂચના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News