વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

“મમુદાઢીની હત્યા” નો મામલો: મોરબી પોલીસને કાર સાથે હથિયાર મળ્યું હોવાની ચર્ચા, આરોપીઓ હાથવેંતમાં


SHARE











“મમુદાઢીની હત્યા” નો મામલો: મોરબી પોલીસને કાર સાથે હથિયાર મળ્યું હોવાની ચર્ચા, આરોપીઓ હાથવેંતમાં

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓ સ્વિફ્ટ કારમાં નાશી ગયા હતા જે અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મમુદાઢીના દીકરા મકબૂલે રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે ફરિયાદ નોંધાવી છે જેથી આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં મોરબી જિલ્લામાથી મમુદાઢીની હત્યા કરીને નાશી ગયેલા આરોપીઓની કાર વાંકાનેર તાલુકાનાં ખેરવા ગામેથી મળી આવી છે અને કારમાથી હથિયાર પણ મળ્યું હોવાની ચર્ચા છે આટલું જ નહિ આ ગુનામાં પાંચેક આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા સૌ પ્રથમ તો ઘટના સ્થળેથી બોલેરો ગાડીને કબજે કરવામાં આવી હતી

ત્યાર બાદમાં આરોપીઑને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે તેવામાં ફરિયાદમાં લખાવ્યું હતુ કે, આરોપીઓ ઘટનાને અંજામ આપીને  સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એસી ૭૮૬૩ માં નાશી ગયા હતા આ કાર વાંકાનેર તાલુકાનાં ખેરવા ગામની સિમમાંથી સ્વિફ્ટ કાર મળી આવી છે તેવું મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી.સોનારાના પાસેથી જાણવા મળ્યું છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પોલીસે કબ્જે કરેલી કારમાથી હથિયાર પણ મળી આવ્યું હોવાની ચર્ચા છે જો કે, પોલીસ તરફથી આ વાતને સમર્થન મળ્યું નથી અને આ ગુનામાં અમુક શખ્સો પોલીસની હાથવેંતમાં હોય કેટલાક આરોપીઓની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News