મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૩૯૬ બોટલ દારૂ-૪૮ બિયરના ટીન સહિત ૪,૫૦ લાખનો મુદામાલ સાથે એક પકડાયો


SHARE







મોરબીમાંથી ૩૯૬ બોટલ દારૂ-૪૮ બિયરના ટીન સહિત ૪,૫૦ લાખનો મુદામાલ સાથે એક પકડાયો

મોરબીના લાતી પ્લોટમાંથી બહાર આવતી રિક્ષા અને કારને પોલીસે રોકતા કાર ચાલક કાર મૂકીને નાશી ગયો હતો જો કે, પોલીસે રિક્ષા ચાલકને પકડી લીધો હતો અને બંને વાહનમાંથી ૩૯૬ બોટલ દારૂ અને ૪૮ બીયરના ટીન સહિત પોલીસે ૪.૫૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને નાશી છૂટેલા કાર ચાલકની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે લાતીપ્લોટ મેઈન રોડ ઉપર પંચાસર રોડના ખૂણા પાસેથી નીકળેલ સીએનજી રીક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કારને રોકવામાં આવી હતી ત્યારે કાર ચાલક તેની કા છોડીને નાશી ગયો હતો જેથી પોલીસે રિક્ષા ચાલકને પકડી લીધો હતો અને બંને વાહન ચેક કર્યા હતા ત્યારે તે વાહનમાંથી કુલ મળીને ૩૯૬ બોટલ દારૂ અને ૪૮ બિયર મળી આવ્યા હતો જેથી પોલીસે ૧,૫૫,૪૦૦ લાખનો દારૂ બીયર તેમજ રિક્ષા અને કાર મળીને ૪,૫૦,૪૦૦ ના મુદામાલ સાથે આરોપી વરીશઅલી સલમાનઅલી બુખારી (૨૨) રહે. વીસીપરાકુલીનગર-૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને જીજે ૯ બીબી ૪૪૭૬ નંબરની કાર છોડીને નાસી ગયેલા શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News