ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ધૂળેટી કરવા જતાં શ્રમિક પરિવારોને જલસા: મોરબી એસટી ડેપોએ એક્સ્ટ્રા બસ અને કર્મચારીઓએ કરી ભોજનની વ્યવસ્થા


SHARE











 

ધૂળેટી કરવા જતાં શ્રમિક પરિવારોને જલસા: મોરબી એસટી ડેપોએ એક્સ્ટ્રા બસ અને કર્મચારીઓએ કરી ભોજનની વ્યવસ્થા

મોરબી જીલ્લામાં સિરામિક, પેપર મિલ સહિતના ઉધોગ આવેલ છે જેમાં રોજગારી મેળવવા માટે દાહોદ, ગોધર અને પંચમહાલ બાજુથી ઘણા પરિવારો મોરબી આવતા હોય છે જો કે, ત્યાં હોળી ધુળેટીના તહેવારનું ખબ જ મહત્વ હોવાથી મોટાભાગના મજુરો તેના વતનમાં તહેવાર ઉપર જતા હોય છે ત્યારે મજુર પરિવારો પોતાના માદરે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર પહોચી જાય તેના માટે દર વર્ષે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી એસટીમાં મુસાફરોનો ધસારો રહેતો હોવાથી હાલમાં દાહોદ, ગોધરા, પંચમહાલ સહિતના સેન્ટરો બાજુની એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવી રહી છે તેની સાથોસાથ એસટીના સ્ટાફ દ્વારા મુસાફરો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

સામાન્ય રીતે દાહોદ, ગોધર અને પંચમહાલ બાજુથી જે મજુરો મોરબીમાં કે પછી ગુજરાતના કોઈ પણ જીલ્લામાં આવ્યા હોય છે તે હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી કરવા માટે તેના માદરે વતન જતા હોય છે જેથી કરીને દરવર્ષે હોળી ધૂળેટી ઉપર એસટીની બસોમાં ટ્રાફિક હોય છે તેવી જ રીતે હાલમાં પણ મોરબી થી દાહોદ, ગોધર અને પંચમહાલ બાજુ જવા માટે મુસાફરોનો ભારે ધસારો રહે છે જેથી કરીને મોરબીથી વતનમાં જતા મજુરોના પરિવારોને કોઈ પણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે હાલમાં મોરબી એસટી ડેપો દ્વારા દરરોજ સાંજના સમયે દાહોદ, ગોધર અને પંચમહાલ બાજુ જવા માટેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે જેથી મુસાફરો સલામતીથી મંજિલે પહોચી જાય છે અને એસટીને આવક થાય છે અને હાલમાં જેટલી એક્સ્ટ્રા બસ દોડે છે તેમાં આગામી દિવસોમાં હજુ પણ વધારો થાય તેવી શકયતા છે કેમ કે, હજુ પણ મુસાફરોની સંખ્યા રોજે રોજ વધી રહી છે તેવું મોરબીના એટીઆઈ ડી.એન. માથરએ જણાવ્યુ છે

રોજગારી માટે મોરબીમાં દાહોદ, પંચમહાલ અને ગોધરા બાજુથી વધુ મજુરો આવતા હોવાથી તે રૂટ ઉપર પેસેન્જરનો ધસારો સારો રહેતો હોવાથી એસટી વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ અને ગોધરા બાજુ વધુ બસોને દોડાવવામાં આવે છે જો કે, ખાસ કરીને રૂટીનમાં જેટલી બસો દોડે છે તેના કરતા ધુળેટીના તહેવારોમાં આ સેન્ટર માટે મુસાફરોની સંખ્યા વધી ગઈ હોવાથી મોરબી એસટી ડેપો દ્વારા દાહોદ,પંચમહાલ અને ગોધરા બાજુ માટે વધારાની હાલમાં પાંચથી દસ બસો દોડાવવામાં આવે છે તેવું મોરબી એસટી ડેપોના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે ખાસ કરીને એસટી મજદૂર સંઘ રાજકોટ વિભાગ સાથે જોડાયેલ મોરબીના હોદેદારો અને કર્મચારીઓ દ્વારા મોરબીથી ધૂળેટીના પર્વની પરિવાર સાથે ઉજવણી કરવા માટે જતાં શ્રમિકો માટે એસટી ડેપો ખાતે જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરરોજના સરેરાશ ૧૦૦૦ થી વધુ મુસાફરો ભોજનનો પણ લાભ લઈ રહ્યા છે અને આ વ્યવસ્થા મોરબી એસટી ડેપોના સ્ટાફ દ્વારા પોતાના સ્વખર્ચે કરવામાં આવી રહી છે તેવું એસટી મજદૂર સંઘ મોરબીના પ્રમુખ ડી.એન. ઝાલાએ જણાવ્યુ છે

મોરબીને ઉદ્યોગ નગરી પણ કહેવામાં આવે છે કેમ કે, અહી સિરામિકના નાના મોટા કુલ મળીને એક હાજર કરતા વધુ કારખાના આવેલા છે અને તેનું રો-મટીરીયલ્સ બનાવતા કારખાના પણ ઘણા હોવાથી દાહોદ અને ગોધરા બાજુ આવતા મજુરોને તેમાં રોજગારી મળી રહે છે જો કે, ધુળેટીના તહેવારનું તેમના વતનમાં મહત્વ હોવાથી મજુરો બીજા કોઈ તહેવારમાં વતનમાં જાય કે ન જાય તો ચાલે પરંતુ ધુળેટીના તહેવારમાં તો તે કોઇપણ કામ છોડીને પણ હોળી ધુળેટીના તહેવાર ઉપર વતનમાં જાય છે






Latest News