વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના મોટી વાવડી ગામે મકાનમાથી ૩૮૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના મોટી વાવડી ગામે મકાનમાથી ૩૮૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
 

મોરબી તાલુકાના મોટી વાવડી ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૩૮૪ બોટલ દારૂના જથ્થા સાથે પોલીસે એક ઇસમને પકડી લીધેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે મોરબી તાલુકા પોલીસની ટિમ તજવીજ કરી રહી છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે હરેશભાઇ આગલ તથા પંકજભા ગઢવીને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે મહિપાલસિંહ હાલુભા જાડેજાના અનુ.જાતિવાસમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે મકાનમાં છુપાવેલ વિદેશીદારૂની ૩૮૪ બોટલોના જથ્થા સાથે આરોપી રવિરાજસિંહ રતુભા જાડેજા (૨૦) હાજર મળી આવતા તેને ૧,૪૪,૦૦૦ લાખના મુદામાલ સાથે પકડવામાં આવેલ છે અને મકાન માલિક આરોપી મહિપાલસિંહ હાલુભા જાડેજા રહે. મોટી વાવડી વાળાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી એ.એસ.આઇ નેહલબેન ખડીયા, નરવિરસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, જયદીપભાઇ પટેલ, રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગઢવી દ્વારા કરવામાં આવી હતી




Latest News