મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ચોર ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ચોર ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીઓની ઘટના બનતી હોય છે જેથી કરીને ચોરીની ઘટનાઓને રોકવા માટે થઈને પોલીસ દ્વારા કવાયત કરવામાં આવતી હોય છે તેવામાં મોરબીના જેતપુર રોડ ઉપર આવેલ રોડ્સ હોટલ વાળા શોપિંગ સેન્ટરની દુકાનો તેમજ એટીએમ નજીકથી ચોર ગેંગના ત્રણ શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઘરફોર ચોરી અને ચોરીની ઘટનાઓને રોકવા માટે થઈને પોલીસવાળા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોટસ હોટલ વાળા શોપિંગ સેન્ટરની દુકાનનો તથા એટીએમ નજીકથી શંકાસ્પદ હાલતમાં ત્રણ શખ્સો મળી આવ્યા હતા અને તેઓ ચોર ગેંગના સભ્ય હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું જેથી કરીને પોલીસ દ્વારા અકરમ રજાકભાઈ સંઘાર જાતે વાઘેર મુસ્લિમ (30) અને એજાજ રજાકભાઈ સંઘાર જાતે વાઘેર મુસ્લિમ (32) રહે બંને હુસેની ચોક ગોદી વિસ્તાર સલાયા વાળા તેમજ સુલતાન આદમભાઈ સંઘાર જાતે વાઘેર મુસ્લિમ (32) રહે રેલવે સ્ટેશન પાસે વસીલા ચોક જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો દ્વારા જુદી જુદી જગ્યાની રેકી કરી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ગુના કરવા માટે રીઢા ચોરની ટોળકી બનાવની ચોરીની ઘટનાઓને અંદામ આપતા આ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ 401, 34 મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News