મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવી પડશે


SHARE











મોરબી જિલ્લામાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવી પડશે

મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે તેવું મોરબીના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.ઝાલા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓને કારીગરો/મજૂરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.

પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું મોબાઈલ નંબર, ધંધાનું સ્થળ, કામ રાખેલ કર્મચારી, કારીગર/મજૂર/ભાગીયાનું હાલનું પુરુનામ, સરનામુ, ઓળખ ચિન્હ, મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પૂરું નામ, સરનામું, સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા ફોટો તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં રજીસ્ટર કે સીડી બનાવીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ ઉપરાંત પર પ્રાંતિય મજૂરો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, લીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૭/૪/૨૩ સુધી કરવાનો રહેશે.






Latest News