ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામે રેતીના વોશિંગ પ્લાન્ટની હોજમાં ડૂબી જવાથી માતા-પુત્રના મોત


SHARE







હળવદના મિયાણી ગામે રેતીના વોશિંગ પ્લાન્ટની હોજમાં ડૂબી જવાથી માતા-પુત્રના મોત

હળવદના મિયાણી ગામે આવેલ શક્તિ પ્લાન્ટમાં રેતીના વોશિંગ માટે બનાવેલ હોજમાં ડૂબી જવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું છે જેથી કરીને મૃતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે આવેલ શક્તિ પ્લાન્ટમાં રહીને મજૂરી કામ કરતા વિક્રમભાઈ તડવીના પત્ની કુસુમબેન વિક્રમભાઈ તડવી (૨૧) અને દીકરો આયુષ વિક્રમભાઈ તડવી (૩) રેતી ધોવા માટે થઈને બનાવેલ હોજમાં ડૂબી જતા તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેથી માતા અને પુત્રના ડેડબોડીને ત્યાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ સરકારી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના ચેતનભાઇ કડવાતર ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કુસુમબેન તડવી કપડાં ધોવા માટે થઈને શક્તિ પ્લાન્ટમાં બનાવેલ હોજ બાજુ ગયા હતા ત્યારે તેનો ત્રણ વર્ષનો દીકરો પાણીમાં આગળ દોડીને જતો રહ્યો હોય તેને બહાર કાઢવા માટે થઈને જતા કુસુમબેન અને તેનો દીકરો બંને પાણીમાં ડૂબી જતાં તે બંનેના મોત નીપજયાં છે આગળની તપાસ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના મોટી માલણીયાદ ગામે રહેતા નિમુબેન માધવજીભાઈ પટેલ (૩૧) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ હતી ત્યારે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને નીમુબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતા ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (૩૬) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડો. મેતા ચલાવી રહ્યા છે






Latest News