મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી શ્રી પંચાસીયા ગામે લંડનના દાતાના સહયોગ થકી લાઇફ સંસ્થાએ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ બનાવી શાળાને અર્પણ કર્યુ


SHARE







મોરબી શ્રી પંચાસીયા ગામે લંડનના દાતાના સહયોગ થકી લાઇફ સંસ્થાએ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ બનાવી શાળાને અર્પણ કર્યુ

મોરબીના પંચાસિયા ગામે યુ.કે.નિવાસી મૂળ ભારતીય એવા દાતાશ્રી કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા (રાજકોટ) દ્વારા બનાવાયેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા પરિવારને લોકાર્પણ કરાયું હતુ.જેના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં લંડનથી પધારેલ મહેમાનો શાળાના ભૂલકાઓ તેમજ ગામના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.વિદેશી મહેમાનો ડી.જે.ના તાલે થરકયા હતા.સમગ્ર કામદાર પરિવારનું સ્વાગત તેમજ સન્માન ગામના સરપંચ ઈરફાનભાઈ, ગ્રામજનો તેમજ શાળાના આચાર્ય યાકુબભાઇ અને શાળા પરિવાર દ્વારા  કરાયું હતુ.શાળા દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં પંચાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીત રજુ કરાયા હતા.

લંડન નિવાસી કામદાર પરિવારના સભ્યો દ્વારા બાળકો અને ગ્રામજનોને શિક્ષણને પ્રેરણારૂપ ઉદબોધન કરાયું હતુ અને દીકરીઓને વધુ અભ્યાસ કરાવવા ઉપર ભાર આપ્યો હતો.લાઈફ સંસ્થાએ બનાવેલ નવી શાળા નિહાળી કામદાર પરિવારે ખુશીની અનુભૂતિ કરી હતી.કામદાર પરિવારે જણાવ્યું હતુ કે અમે રૂપિયા વાપર્યા નથી પણ વાવ્યા છે જેનું ફળ અમને વર્ષો વર્ષ મળશે.આ સુંદર આયોજનમાં લાઇફ સંસ્થા રાજકોટનો પણ પૂરતો સકારાત્મક સહયોગ મળ્યો હતો.




Latest News