મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાંથી ગાંજા સાથે પડકાયેલા બંને આરોપી જેલ હવાલે


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાંથી ગાંજા સાથે પડકાયેલા બંને આરોપી જેલ હવાલે

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને ત્યારે મકાનમાંથી ૪.૪૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી સહિત બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે ગાંજો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વજન કાટો સહિત ૫૩૩૦૦ ની કિંમતમાં મુદ્દા માલને કબજે કર્યો હતો અને આ બંને આરોપીના રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈના મકાનમાં ગાંજાની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ૪.૪૫૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૪૪૫૦૦ ની કિંમતનો ગાંજો, બે મોબાઈલ ફોન, ૭૧૦૦ ની રોકડ, એક વજન કાંટો વગેરે મુદ્દા માલ મળીને ૫૩૩૦૦ ની કિંમતનો માલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતી અને ત્યારે અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ રહે બંન્ને આંબેડકર નગર રફાળેશ્વર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બનાસકાંઠાના કરસનભાઈ ભીખાભાઈ વાઘેલાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટેની તજવીજ ચાલુ છે જો કે, આ બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે સોમવારે સાંજે પૂરા થતાં હોય તે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે અને જે આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News