મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદ નજીક ઘૂડખર અભ્યારણમાં ટોળાએ હુમલો કરતા ફોરેસ્ટરે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ : ૧૮ લાખના મુદામાલ સાથે ૩ ની ધરપકડ


SHARE







હળવદ નજીક ઘૂડખર અભ્યારણમાં ટોળાએ હુમલો કરતા ફોરેસ્ટરે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ : ૧૮ લાખના મુદામાલ સાથે ૩ ની ધરપકડ

હળવદ રેન્જના અભ્યારણ વિસ્તારમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અમુક શખ્સો અભ્યારણની અંદર બોરવેલ દ્વારા પાણી કાઢવાની પ્રક્રિયા કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે કામ બંધ કરવા માટે કહ્યું હતું જો કે, થોડી જ વારમાં ત્યાં ૧૦થી ૧૫ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને અધિકારી ઉપર હુમલો કરવામાં આવે તેવી શક્યતા હતા જેથી કરીને અધિકારીએ સ્વબચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાર બાદ સ્થળ ઉપરથી ૧૮ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં આરએફઓ એસ.એસ.સારલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બોરવેલ દ્વારા અભ્યારણમાં પાણી કાઢવા માટેનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી અભ્યારણના અધિકારી દ્વારા બિનઅધિકૃત રીતે અભ્યારણમાં પ્રવેશ કરી અને મશીનરી દ્વારા બોર બનાવવાની કામગીરી કરતા શખ્સોને રોકવામાં આવ્યા હતા જોકે આ માથાભારે શખ્સો દ્વારા અધિકારી સામે હુમલો કરવા માટેની હિલચાલ કરવામાં આવી હતી. જેથી અધિકારી દ્વારા સ્વબચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાનો અને પોતાની ટીમનો બચાવ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજુબાજુના વિસ્તારમાથી ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરીને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી એક બાઈક, બે ટ્રેક્ટર, એક બોરવેલ, એક ટ્રેક્ટર-ટ્રોલી, એક પાણીનું ટેન્કર આમ કુલ ૧૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને ત્રણ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ખેંગાભાઈ નોંધાભાઈ આહીર રહે. લાખાગઢ તા.રાપર, ફુસારામ મંગારામ જાટ રહે. સનાવડાકલા જિલ્લો બાડમેર, અર્જુનકોલ વૈશાખુકોલ રહે. જેઠા મધ્યપ્રદેશ વાળાનો સમાવેશ થાય છે અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ડો. ડી.એફ.ગઢવી, સી.બી.ગઢવી, ચેતન ગોસ્વામી, એસ.એમ.સારલા, કે.એમ.ત્રમટા તેમજ વિભાગીય કચેરીના વિવિધ રેન્જના અધિકારીઓ જોડાયા હતા.






Latest News