મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાવિ ભરથારથી પ્રેગનેટ થયેલ સગીરા અને બાળક સારવાર માટે રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં ભાવિ ભરથારથી પ્રેગનેટ થયેલ સગીરા અને બાળક સારવાર માટે રાજકોટ ખસેડાયા

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની સગીરવયની દીકરીએ અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો અને જેથી યુવતીની હાલત નાજુક જણાતા તેણીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડવામાં આવી છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સગીરાની સગાઈ થયેલ છે અને તેના ભાવિ ભરથારથી પ્રેગનેટ થયેલ હોય તેમજ બાળકને જન્મ આપતા હાલ માતા અને પુત્રને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મોરબી પોલીસ સૂત્રો અને હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર નજીક રહેતા એક પરિવારની દીકરીની સગાઈ મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે રહેતા યુવાન સાથે થયેલ છે અને એકાદ વર્ષ પહેલાં સગાઈ થયેલ ત્યારે યુવતી સગીરા હતી અને જે દરમિયાન યુવતી અને તેના ભાવિ ભરથાર બંનેના સહવાસથી સગીરા માતા બની હતી અને તેણીએ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પુત્રને જન્મ આપ્યો હતો.જોકે ડિલીવરી સમયે સગીરાને આંચકી ઉપડતા હાલ સગીરા અને તેના પુત્રને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બાદમાં બનાવ તાલુકા પોલીસ મથકની હદનો હોવાનું સામે આવતા હાલ મોરબી તાલુકા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે અને તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે માર્બોમેકસ સીરામીકના ક્વાટર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થતાં કુલદીપ ઓમપ્રકાશ જયસ્વાલ નામના ૨૬ વર્ષના મજૂર યુવાનને સારવારમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવારમાં ખસેડાયો હતો જેથી બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ભવાની ચોક વિસ્તારમાં રહેતા અકીબશા દિવાન નામનો ૧૭ વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી ગયો હતો જેથી તેને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુરેશ લક્ષ્મણભાઈ નકુમ નામના ૪૮ વર્ષના યુવાનને પણ સારવાર માટે લાવવામાં આવ્યો હોય પોલીસે બંને બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News