માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીમાં રામદેવનગર પાસે બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત : ઈજા પામેલ વૃદ્ધા સારવારમાં


SHARE











મોરબીમાં રામદેવ નગર પાસે બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઈજા પામેલ વૃદ્ધા સારવારમાં

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ રામદેવ નગરમાંથી પસાર થતા બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઈક સ્લીપ થઈ જતા બાઇકમાં પાછળના ભાગે બેઠેલા વૃદ્ધાને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ રામદેવ નગર વિસ્તારમાં રહેતા વજીબેન કુબેરભાઈ મકવાણા (67) બાઈકમાં પાછળના ભાગે બેસીને રામદેવ નગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઇક ચાલકે બાઈકને કંટ્રોલ કરવા જતા બાઈક સ્લીપ થઈ ગયો હતો જેથી કરીને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા વજીબેન કુબેરભાઈ મકવાણા ને ઇજાઓ થયો હોવાથી તેને મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાનને માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ડેરી પાસે ભાવેશભાઈ જયંતીભાઈ શેઠ (45) નામના યુવાનને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા ભાવેશભાઈ શેઠને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સરદારના સ્ટેચ્યુ પાસે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતો સાહિલ સુમરા નામનો 16 વર્ષનો સગીર ઉભો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતમાં બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને સાહિલ સુમરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જિલાની પેલેસમાં રહેતા વસીમભાઈ યુનુસભાઇ (27) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News