મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિદરકા ગામ પાસેથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ૨૫૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે એકને દબોચ્યો


SHARE







માળીયા (મી)ના વિદરકા ગામ પાસેથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ૨૫૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે એકને દબોચ્યો

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને માળીયાના વિદરકા ગામ પાસેથી ૨૫૧ બોટલ દારૂ ભરેલ કાર સાથે હાલમાં એક આરોપીને પકડી લેવામાં આવેલ છે અને તેની પાસેથી દારૂ અને કાર સહિત ૧૦.૯૯ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે આજે મોરબી જીલ્લામાં ધામા નાખ્યા હતા અને સામખીયારીથી મોરબી હાઇવે ઉપર આવેલ વિદરકા ગામ પાસે ડિસન્ટ હોટલથી અર્જુનનગર જતાં રસ્તા ઉપરથી પસાર થતી કાર નંબર જી.જે. ૩ એચ.કે. ૬૪૫૫ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે મહિન્દ્રા એક્સયુવી ગાડીમાંથી દારૂની ૨૫૧ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ ભરેલી કાર સાથે વીનેશ રામાભાઈ કોળી (૨૩) રહે. ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૯૪૧૨૫ રૂપિયાનો દારૂ, ૧૦ લાખની ગાડી અને એક મોબાઈલ એમ કુલ મળીને પોલીસે ૧૦,૯૯,૯૦૫ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં પોલીસે પકડેલ આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે. મોટી ખીરઇ વાળાએ દારૂ ગાડીમાં ભરી આપ્યો હતો અને અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ આપ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ઉપરોક્ત ત્રણ શખ્સ તેમજ દારૂ મંગવાનાર આમ કુલ મળીને ચાર સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News