મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન


SHARE











મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે જેમાં કન્યાઓને કરીયાવરમાં સોના, ચાંદીના દાગીના સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવશે અને આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની આગેવાની માં ગોસ્વામી સમાજ ના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા ૧૨/૨ ના રોજ મોરબીના  સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી કરવામાં આવેલ છે. આ સમૂહલગ્નમાં દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી ૮૦ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તેમજ આગેવાનો સહિતના હાજર રહેશે આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી, ડો. જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી સહિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News