મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાને કંગાળ  બનાવવામાં અણઆવડત વાળા ભાજપના  ચૂંટાયેલ સદસ્યનો મોટો ફાળો: મહેશ રાજ્યગુરુ


SHARE





મોરબી નગરપાલિકાને કંગાળ  બનાવવામાં અણઆવડત વાળા ભાજપના  ચૂંટાયેલ સદસ્યોનો મોટો ફાળો: મહેશ રાજ્યગુરુ

મોરબીની પાલિકાનો રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ થાય છે જેની હાલમાં કંગાળ સ્થિતિ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા મોરબી પાલિકાના શાસકો તેમજ સભ્યો ઉપર ગંભરી આક્ષેપ કરવામાં આવેલ છે અને કહ્યું છે કે, મોરબી નગરપાલિકાને કંગાળ  બનાવવામાં ભાજપના અણઆવડત વાળા ચૂંટાયેલ સદસ્યોનો મોટો ફાળો છે અને અતિ ભ્રષ્ટાચારના કારણે આજ નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના રૂપિયા પણ રહ્યા નથી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર જાહેરમાં કહે છે કે, “ ગામમાં પાલિકાના નામે કોઇ ઉઘાર પણ  નથી” તો શું મોરબીની પ્રજાએ ભાજપને પાલિકામાં આ માટે થઈને બાવાને બાવન સભ્યો ચૂંટીને આપ્યા હતા તેવો સવાલ પણ કરેલ છે

મોરબી શહેરની પ્રજાના પરસેવાની કમાણી ટેકસ રૂપે પાલિકામાં આવે છે જો કે તે રૂપિયા ક્યાં જાય છે તે સહુથી મોટો સવાલ છે અને પ્રજા તે જાણવા માંગે છે કેમ કે, પાલિકાની કંગાળ સ્થિતિ માટે જવાબદાર ભાજપના જ ચૂંટાયેલા તમામ સદસ્ય છે તેવો આક્ષેપ મહેશભાઇ રાજ્યગુરુએ કર્યો છે અને વહીવટી અણઆવડત, અહમ અને જૂથવાદના કારણે આજની તરીકે લોકોને સારી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકાના શાસકો અને સભ્યો સદંતર નિસ્ફળ ગયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્યએ પાલિકાના સદસ્યની મીટીંગ લીધી હતી જેમાં પાલિકા પાસે લાઈટ બિલ ભરવા પણ પેસા નથી તો આમાં વિકાસના કામો કયાથી થાય તે સવાલ ઊભો થયો છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, અગાઉ પણ  પાલિકા પ્રમુખનો રોડ કામમાં ૬ ટકા કમિશન લેવાનો વિડિયો ઓડિયો  જાહેર થયેલ હતો તેના ઉપરથી લાગે છે કે, પાલિકામાં ફકતને ફકત ટકાવારી  જ ચાલે છે બાકી પ્રજાને સુવિધા મળે કે ન ના મળે તે જોવાની કોઈ તસ્દી લેતા નથી ત્યારે જો પાલિકામાં વહીવટી તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે હાલમાં ભાજપ શાસિત પાલિકાના ચૂંટાયેલ સદસ્યની વહીવટી અણઆવડતને કારણે પાલિકાની તેજોરી ખાલી થઈ ગયેલ છે અને મોરબીમાં ઝુલતા પૂલની ગોઝારી ઘટના બની છે

મોરબી પાલિકાના પદાધિકારી અને અઘિકારીઓએ જોયા જાણીતા વગર પ્રાઇવેટ કંપનીને પૂલનો કોન્ટ્રાક્ટ આપી દિધો હતો અને કરાર કરી આપેલ પણ જનરલ બોર્ડમાં મજૂર ના કરવી શક્યા  અને પાલિકાના પ્રજાકીય કામ માટે કોઇ જનરલ બોર્ડ ન બોલાવી  શક્યા આવવા તે સત્યાને કોઈ ઢાંકી શકે તેમ નથી જેથી કરીને આ પાલિકાનું વિસર્જન કરવું જરૂરી છે અને પાલિકાના નાણાંનો ગેરઉપયોગ થયેલ હોય તેની તપાસ કરવામાં આવે અને  જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે  તેવી લોકો વતી મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ માંગ કરી છે




Latest News