ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે કેનાલ પાસે જુગાર રમતા ચાર શખ્સ ૧.૨૦ લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના બગથળા ગામે કેનાલ પાસે જુગાર રમતા ચાર શખ્સ ૧.૨૦ લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં બરવાળા થી ખાખરાળા તરફ જતી કેનાલ પાસે જાહેરમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧.૨૦ લાખની રોકડ કબજે કરીને ચારેય જુગારીઓને પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં બરવાળા થી ખાખરાળા તરફ જતી કેનાલ પાસે બાવળના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા (૪૦) રહે બગથળા, ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા (૨૯) રહે મહેન્દ્રનગર, હેમુભાઈ દેવજીભાઈ ચાવડા (૪૦) રહે બગથળા અને શૈલેષભાઈ સવજીભાઈ વડનગરા (૩૯) રહે બગથળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૧.૨૦ લાખની રોકડ કબજે કરી હતી અને ચારેય શખ્સોની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ બાદનપર ગામે રહેતો ભૌતિક કિશોરભાઈ કટેસિયા (૨૨) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુનીતાબેન લક્ષ્મણભાઈ થરેશા (૪૦), વર્ષાબેન ગણેશભાઈ થરેશા (૪૪), માધવ લક્ષ્મણભાઈ થરેશા (૨૧) અને ગણેશ જેરામભાઈ થરેશા (૫૦) ને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News