મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: ૧.૦૯ લાખનો મુદામાલ કબજે


SHARE











મોરબીના રંગપર નજીક દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: ૧.૦૯ લાખનો મુદામાલ કબજે

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં એબીસી સિરામિક પાસેથી પસાર થઈ રહેલા કાર ચાલકને પોલીસે રોક્યો હતો અને કારની તલાસી લેવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની ૨૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ મળીને ૧,૦૯,૭૫૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં એબીસી સીરામીક સામેથી અલ્ટો કાર નં. જીજે ૧૩ સીએ ૩૬૧૯ પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસે તેની તલાસી લેતા કારમાંથી દારૂની ૨૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૭૫૦ ની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૦૯,૭૫૦ ના મુદ્દામાલ સાથે વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા જાતે કોળી (૨૩) રહે. હાલ ત્રાજપર વિજયભાઈ પાટડીયાના મકાનમાં મૂળ રહે ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ બુટાની વાડીમાં રહેતા દામજીભાઈ કરમશીભાઈ પરમાર (૪૫) મોરબી તાલુકાના માણેકવાડા ગામ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા થવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બગથળા ગામ પાસેથી મોરબીમાં રહેતા સુખદેવભાઈ વડનગરા (૬૨) બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઈકને કાર ચાલકે લીધું હતું જેથી કરીને બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુખદેવભાઈને ઈજા હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News