ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી દારૂ બિયરની ૧૧,૫૨૦ બોટલ સાથે પકડાયેલા બંને શખ્સનાં રિમાન્ડ મંજૂર


SHARE







માળીયા (મી) નજીકથી દારૂ બિયરની ૧૧,૫૨૦ બોટલ સાથે પકડાયેલા બંને શખ્સનાં રિમાન્ડ મંજૂર

માળીયા (મી) નજીક આવેલ અણીયારી ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા ટ્રકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે ટ્રકમાં પૂંઠાના સ્ક્રેપની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું હતું અને મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો પુઠાની આડમાં કચ્છ તરફ લઈ જતા હતા જેથી કરીને પોલીસે હાલમાં દારૂ બિયર ૧૧,૫૨૦ બોટલો તેમજ વાહન અને રોકડા રૂપિયા મળીને ૧૮.૯૯ લાખના મુદ્દા માલને કબજે કર્યો હતો અને બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે


માળીયા મિયાણાની હદમાં આવતા અણિયારી ટોલનાકા પાસે ટાટા ટ્રક નં. એમ.એચ. ૪ જીસી ૧૭૨૪ને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂની જુદીજુદી બ્રાન્ડની બોટલો તેમજ બિયરની બોટલો મળીને ૧૧૫૨૦ બોટલ તથા પાંચ લાખની કિંમતનો ટ્રક સહિતનો મુદામાલ કબજે કરીને પોલીસે કુલ મળીને ૧૮,૯૯,૦૩૦ નો મુદામાલ કબજે કર્યો હતી અને આરોપી જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ ઉ.વ.૩૪ રહે. હાલ બોયસરપામ તા.જી.પાલઘર (મહારાષ્ટ્ર) અને પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ જાતે રાવળદેવ ઉ.વ.૨૮ રહે. સુઇગામ વાળાની ધરપકડ કરેલ હતી અને ટાટા ટ્રકમાં માલ ભરાવી આપનાર રમેશભાઇ રહે. વાપી તેમજ ટાટા ટ્રક નંબર એમ.એચ. ૪ જીસી ૧૭૨૪ નો માલીક સામે ગુનો નોંધેલ હતો જો કે, પકડાયેલા બંને આરોપીઓને તપાસનીશ અધિકારી દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના આગામી તા.૨૯ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News