ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામ પાસે જુગાર રમતા છ જુગારી પકડાયા


SHARE







મોરબીના લીલાપર ગામ પાસે જુગાર રમતા છ જુગારી પકડાયા

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ લીલાપર સીરામીક નળિયાના કારખાનાની મજૂરની ઓરડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી ૪૦૨૦  રૂપિયા કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ લીલાપર સિરામિક નળિયાના કારખાનાની મજૂરની ઓરડી પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા રજનીભાઈ ઉર્ફે કાળુ અરવિંદભાઈ રાઠોડ (૩૧), ચમનભાઈ પુંજાભાઈ પરમાર (૬૫), રાજુભાઈ ભાવસિંગભાઈ સેવાલે (૪૦), દેવજીભાઈ ખેંગારભાઈ પરમાર (૪૨), નારણભાઈ હરિચંદભાઇ પવાર (૪૦) અને જ્ઞાનેશ્વરભાઈ સુકલાલ સેવાલે (૩૩) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૦૨૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દેશી દારૂ

માળીયા મીયાણાના હમીરપર ગામની સીમમાં મોર ટીંબા તરીકે ઓળખાતા વિસ્તાર પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૬૦૦ ની કિંમતનો માલ કબજે કર્યો હતો અને આ દારૂની ભઠ્ઠી મહમદહનીફભાઈ કાદરભાઈ ભટ્ટી જાતે મિયાણા રહે. માળિયા મીયાણા માલાણી શેરી વાળાની હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે રહેતા જેનાબેન અકબરભાઈ મોવરના રહેણાંક મકાનની પાછળના ભાગમાં દેશી દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ ૮ લીટર અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવતા પોલીસે તે મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ દરમિયાન મહિલા પોલીસ કર્મચારી સાથે ન હોવાથી હાલમાં મહિલા બુટલેગર જેનાબેન અકબરભાઈ મોવરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News