મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે કેનાલ પાસે રાખેલા પથ્થરો કેમ પાડી દીધા કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના ઢવાણા ગામે કેનાલ પાસે રાખેલા પથ્થરો કેમ પાડી દીધા કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના ઢવાણા ગામે અમારી વાડીમાં માઇનોર કેનાલ પાસે રાખેલા પથ્થરો કેમ પાડી દીધા છે તેમ કહીને બે શખ્સો દ્વારા આધેડને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને અન્ય બે વ્યક્તિઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા ભુપતભાઈ ગજાભાઈ ઉર્ફે ડાયાભાઈ રાઠોડ જાતે રાજપુત (૫૩)એ હાલમાં કાલિકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા અને દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા કનકસિંહ ઝાલા રહે બંને ઢવાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ઢવાણા ગામે તેઓના ઘરના દરવાજાની બાજુમાં આવીને આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, અમારી વાડીમાં માઇનોર કેનાલમાં રાખેલ પથ્થર કેમ પાડી દીધા છે અને ત્યાર બાદ ફરિયાદીને ગાળો આપી હતી અને બંને આરોપીઓએ ફરિયાદીને ધોકા વડે માર માર્યો હતો તેમજ સાહેદ રણજીતભાઈને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહીપતને ઘર પાસે રોકીને ગાળો આપી માર માર્યો હતો આમ ત્રણ વ્યક્તિઓને માર મારનારા બે શખ્સોની સામે આધેડે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચાર બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામ મઢુલી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા જાતે ભરવાડ (ઉંમર ૨૭) રહે. નવલખી રોડ ન્યુ રોડ રેલવે કોલોની પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News