મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

રિયાલિટી ચેકમાં બહાર આવી પોલંપોલ: મોરબી જિલ્લા કલેક્ટરમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ !


SHARE







રિયાલિટી ચેકમાં બહાર આવી પોલંપોલ: મોરબી જિલ્લા કલેક્ટરમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ !

મોરબી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓએ અને કર્મચારીઓને સરકારના નિયમ મુજબ ૧૦:૩૦ કલાકે આવી જવાનું હોય છે જો કે, મોરબીની કલેકટર કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવી હતી ત્યારે ખુદ કલેકટર સહિતના અનેક અધિકારીઓ સમયસર પોતાની ફરજ ઉપર હાજર ન હતા ! જેથી કરીને જિલ્લા કલેકટર કચેરીમાં આવી પરિસ્થિતિ હોય તો જિલ્લાની અન્ય કચેરીઓમાં કેવું ચિત્ર હશે તે સમજી શકાય તેમ છે

ગુજરાતમાં સામાન્ય લોકોને સમયસર તેઓના કામ થાય અને લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ થાય તે માટે થઈને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ દ્વારા અવારનવાર જુદી જુદી સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવતું હોય છે ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા કલેકટર કચેરીની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં ખુદ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા કલેકટરની અંડરમાં આવતી અન્ય શાખાઓ જેમાં મેજિસ્ટ્રેટ શાખા, વહીવટી શાખા, હિસાબી શાખા, મહેકમ શાખા, બિનખેતી શાખા, જનરલ શાખા વગેરેની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ઘણી પોલંપોલ સામે આવી હતી

ગઇકાલે ૧૦:૪૦ કલાકે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે મોટાભાગના ટેબલ ઉપર અધિકારી કે કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી અને જે કચેરીમાં એકલ દોકલ કર્મચારી જોવા મળ્યા હતા તેમને અન્ય કર્મચારીઓ ક્યાં ગયા છે તેનું પૂછવામાં આવતા તેઓ સ્પષ્ટ જવાબ આપી શકતા ન હતા તેવો ઘાટ જિલ્લા કલેક્ટર કચેરીમાં જોવા મળ્યો હતો અને જો મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આવી પરિસ્થિતિ હોય કે કર્મચારીઓ ૧૦:૩૦ એ ફરજ ઉપર હાજર થવાના બદલે ૧૧:૩૦ વાગ્યે આવતા હોય તો જિલ્લાની અન્ય સરકારી કચેરીઓમાં કેવી પરિસ્થિતિ હશે તે સૌથી મોટો સવાલ છે અને આવી જ રીતે અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મનમાની મુજબ ફરજ બજાવતા હોય તો લોકોના કામ સમયસર ક્યાંથી પૂરા થાય તે પણ સવાલ ઉઠી રહ્યો છે






Latest News