ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અમારા વિશે ખોટી વાતો કરો છો કહીને આઠ શખ્સોએ ત્રણ વ્યક્તિ ઉપર કુહાડી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: સામસામી ફરિયાદ


SHARE











મોરબીમાં અમારા વિશે ખોટી વાતો કરો છો કહીને આઠ શખ્સોએ ત્રણ વ્યક્તિ ઉપર કુહાડી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: સામસામી ફરિયાદ

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ ભીમસર પાસે યુવાનને રોકીને અમારા વિશે ખોટી વાતો કરો છો કહીને આઠ શખ્સો દ્વારા કુહાડી, પાઇપ, ધોકા જેવા હથિયાર વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને સામાપક્ષેથી મહિલાએ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિરની પાછળના ભાગમાં રહેતા હનીફભાઈ હબીબભાઈ જામ જાતે મિયાણા (૩૦) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજીભાઇ સીદીકભાઇ ખોળ, હાજરાબેન હાજીભાઇ ખોળ, અસલમભાઇ હાજીભાઇ ખોળ, શાહરૂખભાઇ હજીભાઇ ખોળ, અલ્તાફ હાજીભાઇ ખોળ, હાજીભાઇનો સાળો રફીકભાઇ, અનીશભાઇ હુશેનભાઇ સંધી, રીયાજભાઇ ગુલામભાઇ જેડા, સાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસો રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ભાઈઓ અને સાહેદોને આરોપી હાજીભાઈ સીદીકભાઈ ખોળ દ્વારા રોકીને અમારા વિશે ખોટી વાતો કરો છો તેમ કહીને બોલાચાલી કરવામાં આવી હતી ત્યાર બાદ સાહેદો ત્યાંથી નીકળ્યા હતા ત્યારે તેને ઊભા રાખીને આરોપીઓએ કુહાડી, પાઇપ, ધોકા જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદોને ગાળો આપીને બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સલીમભાઈને પગમાં ફ્રેક્ચર તથા માથામાં ઇજા કરી હતી તેમજ ફરિયાદીને માથામાં સામાન્ય ઇજા થયેલ હતી અને વલીમહમદને કુહાડીથી આંખ પાસે ઈજા કરી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીના એકટીવામાં પણ તોડફોડ કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા હનીફભાઈ જામ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટિંગ સહિતની કમળ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

તો સામા પક્ષેથી વેજીટેબલ રોડ ભીમસરમાં રહેતા હાજરાબેન હાજીભાઈ ખોળ જાતે મિયાણા (૪૫) એ વલીમહમદ હબીબભાઈ જામ, સલીમભાઈ હબીબભાઈ જામ અને હનીફભાઈ હબીબભાઈ જામ રહે. બધા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ તેના ઘર પાસે આવીને તેના પતિ હાજીભાઈ સાથે ગાળા ગાળી કરીને જપાજપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે વલીમામદ જામ દ્વારા ફરિયાદીના પતિ હાજીભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને તેના પતિને બચાવવા માટે થઈને ફરિયાદી હાજરાબેન તથા સાહેદ હવાબેન વચ્ચે પડ્યા હતા ત્યારે વલીમહમદ જામ દ્વારા તેની પાસે રહેલ લાકડી વડે બંને મહિલાને માર મારવામાં આવ્યો હતો અને અન્ય આરોપીઓએ પણ વલીમામદ જામને મદદ કરી હતી જેથી હાજરાબેન ખોળ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News