મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે જુદીજુદી બે જગ્યાએથી બે બાઈકની ચોરી


SHARE







મોરબીની ત્રાજપર ચોકડી પાસે જુદીજુદી બે જગ્યાએથી બે બાઈકની ચોરી

મોરબીની ત્રાજપર ચોકડી પાસે જુદી જુદી બે જગ્યાએ પાર્ક કરવામાં આવેલા બે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ચોરીના ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વર્ધમાન એપાર્ટમેન્ટના બ્લોક નં. ૧૦૧ માં રહેતા હાર્દિકભાઈ ધીરજલાલ મકવાણા જાતે લુહાર (૨૭) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ડાયમંડ એન્જિનિયરિંગ નામના ગોડાઉનની બાજુમાં તેણે પોતાનું બાઈક નં. જીજે ૩૬ એમ ૯૦૦૬ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે આવી જ રીતે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોતમાં રહેતા અશ્વિનભાઈ મગનભાઈ પાડલીયા જાતે પટેલ (૩૧) એ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ત્રાજપર ચોકડી પાસે આવેલ પટેલ ઓટો ગેરેજની બાજુમાં તેઓએ પોતાનું બાઈક નં, જેજે ૩૬ એબી ૩૯૫૮ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈકો કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News