વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રોયલપાર્કમાં ઘરમાંથી પ્રતિબંધીત ૮૫ ચાઇના દોરીની ફિરકી સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE











મોરબીના રોયલપાર્કમાં ઘરમાંથી પ્રતિબંધીત ૮૫ ચાઇના દોરીની ફિરકી સાથે એક પકડાયો, બેની શોધખોળ

મોરબી જીલ્લામાં પ્રતિબંધીત ચાઇના દોરીની ફિરકી વેચતા વેપારીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે રોયલપાર્કમાં રહેણાંક મકાનમાં પ્રતિબંધીત ચાઇના દોરીની ફિરકી પકડવા માટે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી પ્રતિબંધીત ચાઇના દોરીની ૮૫ ફિરકી જેની કિંમત ૧૭૦૦૦ ના મુદામાલ સાથે હાલમાં એક આરોપી પકડાયેલ છે અને તેની પાસેથી વધુ બે શ્ખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઇના દોરીની ફિરકીના વેચાણ ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ચાઈનીજ લોચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતીબંધ મૂકવામાં આવ્યો છે જે જાહેરનામાનો અમલ કરવા માટે પોલીસ કવાયત કરી રહી છે અને જુદીજુદી રેડ કરવામાં આવી રહી છે ત્યારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે ચૌહાણની સુચના મુજબ સ્ટાફ કામ કરતો હોય છે તેવામાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને બાતમી મળી હતી કે, પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા રહે. કુબેરનગર મોરબી વાળો તેના સાગરીતો સાથે મળી મોરબીના રોયલપાર્ક અને કુબેરનગર પાસે રહેતાં કૃણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરીને વેચાણ કરેલ છે જેથી કરીને પોલીસે રોયલપાર્કમાં આવેલ રહેણાક મકાનમાં રેડ કરી હતી ત્યારે આરોપી પ્રથમભાઇ મનસુખભાઇ કેલા જાતે મોઢવાણીયા (૧૯) રહે. કુબેરનગર ત્રિલોકધામ મંદિર પાસે મોરબી વાળો મળી આવ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધીત ચાઇના દોરીની ૮૫ ફિરકી જેની કિંમત ૧૭૦૦૦ ના મુદામાલ પોલીસે કબજે કરલે છે અને આ આરોપી પાસેથી હાલમાં કૃણાલ બટુકભાઇ પિત્રોડા જાતે લુહાર રહે. રોયલપાર્ક મોરબી અને વિશાલ મહાદેવભાઇ કાચરોલા જાતે પટેલ રહે. કુબેરનગર મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News