મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને મોરબીની મહિલાને અકસ્માત મૃત્યુના વિમાની રકમ વ્યાજ સાથે અપાવી


SHARE











રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને મોરબીની મહિલાને અકસ્માત મૃત્યુના વિમાની રકમ વ્યાજ સાથે અપાવી

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા જીકીયારીના વતની લાભુબેન ભાટીયાના પતિ ઇશ્વરભાઇ ભાટીયાનું અકસ્માતે મૃત્યુ થતાં ચોલા મંડલમ જનરલ ઇન્સ્યુરન્સરાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક અને જીકીયારી જુથ સેવા સહકારી મંડળીની સામે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી. અને ઇશ્વરભાઇ ભાટીયાના ગૃપ અકસ્માત વિમો હતો અને પ્રમીયમ ભરેલ હતુ તો પણ વિમા કંપનીએ એવો વાંધો લીધો કે ઈશ્વરભાઇ ભાટીયા ઇફેકટીવ લાયસન્સ ન ધરાવતા હોવાથી પોલીસીની શરતોનો ભંગ થયેલ છે.તેથી વીમો મળે નહીં

પરંતુ ગ્રાહક અદાલતે વિમા કંપનીનો કોઇપણ વાંધો માન્ય રાખ્યો ન હતો અને લાભુબેન ભાટીયાને રૂપીયા પાંચ લાખ અને કેસ દાખલ તા.૧૮-૭-૨૦ થી સાત ટકાના વ્યાજ સાથે અને ત્રણ હજાર ખર્ચ મંજુર કરી વીમા કંપનીને રૂપિયા ચુકવવાનો હુકમ કરેલ છે વધુમાં ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજી મહેતા જણાવે છે કેગ્રાહકે પોતાના હકક અને હિત માટે લડત કરવી જોઇએ. કોઇપણ ગ્રાહકને અન્યાય થતો હોય તો જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News