મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી તમંચા સાથે એક પકડાયો


SHARE







મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી તમંચા સાથે એક પકડાયો

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને એસઓજીની ટીમે ચેક કર્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી એક દેવશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને હથિયાર કબજે કરીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા અને તેની ટિમ એસપીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે ત્યારે એસઓજીના શેખાભાઇ સગરામભાઇ મોરીને મળેલ બાતમી આધારે પોલીસે ટિંબડી ગામ પાસે વોચ રાખી હતી ત્યારે મળેલ બાતમી મુજબ કાળા કલરનુ જાકીટ અને કાળા કલરનું જીન્સનુ પેન્ટ પેહેરેલ શખ્સ નીકળ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ ની કિંમતના હથિયાર સાથે આરોપી દિલીપભાઇ કાનજીભાઇ પ્રજાપતિ કુંભાર (૨૯) રહે. માળીયા વનાળીયા શેરી નંબર-૪ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે અને આ શખ્સ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખ્યું હતું તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે આ કામગીરી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઈ કે.આર.કેસરીયા અને એમ.એસ.અંસારી તેમજ રણજીતભાઇ બાવડારસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવી હતી






Latest News