ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા-યોગીનગર ૩૫ ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીના વીસીપરા-યોગીનગર ૩૫ ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડાયા

મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા છાના ખૂણે ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરવામાં આવતું હોય છે તેવું જોવા જાણવા મળી રહ્યું છે દરમિયાન બી ડિવિઝન પોલીસ દ્વારા જુદી જુદી બે જગ્યાએથી કુલ મળીને બે શખ્સોની ૩૫ ચાઈનીઝ ફિરકી સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી મળી આવેલ આ ચાઈનીઝ ફિરકી તે ક્યાંથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટર બંગલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ૩૦ નંગ ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતની ચાઈનીઝ ફિરકી કબજે કરીને કાનજીભાઈ સુરેશભાઈ હળવદિયા જાતે દેવીપુજક (ઉંમર ૨૭) રહે. ગુલાબનગર સનાળા બાયપાસ દુર્લભ પાર્ટી પ્લોટની પાછળ આનંદનગરની બાજુમાં વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી યોગીનગરમાં રહેતા યુવરાજસિંહ વાઘુભાઈ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૩) ના રહેણાંક મકાનમાં પોલીસે ચાઈનીઝ ફીરકી બાબતે રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી પાંચ નંગ ચાઈનીઝ ફિરકી મળી આવી હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતની ચાઈનીઝ ફિરકી કબજે કરી હતી અને યુવરાજસિંહ જાડેજા પાસેથી મળી આવેલ ચાઈનીઝ ફીરકીઓ તે ક્યાંથી લાવેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે






Latest News