ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારામાં પિતાની જમીન માપવા માટે ગયેલ યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE







ટંકારામાં પિતાની જમીન માપવા માટે ગયેલ યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર આવેલ પિતાની જમીન માપવા માટે ગયેલ યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકા પાટુ અને લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં ત્રણ હાટડી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયા જાતે પટેલ (૪૨)એ શશીકાંતભાઈ રામજીભાઈ દુબરીયા, હિતેશભાઈ રામજીભાઈ દુબરીયા અને વાસુદેવભાઈ અશોકભાઈ દુબરીયા રહે. ત્રણેય ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે પોતાના પિતાજીના નામની જમીનને માપવા માટે થઈને ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવીને જેમ ફાવે તેમ તેને ગાળો આપી હતી અને ત્યારે હિતેશભાઈ અને વાસુદેવભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને શશિકાંતભાઈએ લાકડી વડે માથામાં માર માર્યો હતો અને આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News