મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં


SHARE











મોરબીના ભરતનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતી પરણીતા કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા ઘુમાભાઇ ડામોરના પત્ની વર્ષાબેન (ઉંમર ૨૯) પોતાના ઘરે હતા ત્યારે ભરતનગર ગામે કોઈ કારણોસર તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના લીધે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો છ વર્ષનો છે અને તેને કોઈ સંતાન નથી જો કે, હાલમાં વર્ષાબેન સંપૂર્ણ ભાનમાં છે અને તેની સારવાર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે જોકે પરણીતાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર અને જેતપર ગામ વચ્ચેથી બાઇક લઈને રંગપર ગામે રહેતો કુલદીપ નારણભાઈ વડસોલા (૨૭) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે તેનું બાઇક ટ્રક સાથે અથડાયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઈજા થવાથી કુલદીપ વડસોલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ચોકારામ તેજારામ ગોધારા (૨૮) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News