મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના બીલીયા નજીક મચ્છુની કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE







મોરબીના બીલીયા નજીક મચ્છુની કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબી નજીકના બીલીયાથી બરવાળા ગામ તરફ જવાના રસ્તા વચ્ચેથી પસાર થતી મચ્છુની કેનાલમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર રહેતા રફીકભાઈ ગનીભાઈ ચૌહાણ (૫૫) મોરબી નજીકના બીલીયા અને બરવાળા ગામ વચ્ચેથી પસાર થતી મચ્છુની કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના ભત્રીજા સલીમભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે રફિકભાઈ ચૌહાણ મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેઓ બીલીયા ગામે ખાતરની ગાડી ખાલી કરવા માટે ગયા હતા. દરમ્યાન તેઓ ગાડીમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ત્યાંથી તે ચાલતા ચાલતા નીકળી ગયા હતા અને આગળ જતા કોઈ કારણોસર તેઓ મચ્છુની કેનાલમાં પડી ગયા હોય તેઓ પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

યુવતી સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે લોરેક્સ સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી દુર્ગા પટેલ (૧૭) નામની યુવતી અચાનક બેભાન થઈ ગઈ હતી જેથી કરીને તે યુવતીને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક પાસે રીક્ષા સાથે વાહન અથડાયું હતું જેથી કરીને અકસ્માતના બનાવ બાદ ત્યાં મારામારી થઈ હતી જેમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા મનીષ કિશોરભાઈ બોસિયા (૩૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News