મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર લગતી એન્ટી ડંપિંગ ડ્યુટી બહેરીન-સાઉદી અરેબિયામા દૂર થવાની શક્યતા


SHARE







મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર લગતી એન્ટી ડંપિંગ ડ્યુટી બહેરીન-સાઉદી અરેબિયામા દૂર થવાની શક્યતા

મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર જીસીસીના ૬ દેશો પૈકી બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાગે છે તેને દૂર કરવા મોરબી સિરામિક એસો. દ્વારા દિલ્હીમાં કોમર્સ મિનિસ્ટરને રજુઆત કરવામાં છે અને આવતા ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેવાની ખાતરી આપવામાં આવી છે

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા અને વિનોદભાઇ ભાડજા તેમજ વિજયભાઈ પટેલ અને પ્રદીપભાઈ કાવઠીયા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાથે કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજુઆત કરવા માટે ગયા હતા અને મોરબીની સીરામીક પ્રોડક્ટ ઉપર જુન ૨૦૨૦ થી જીસીસીના ૬ દેશોમા એન્ટી ડંમ્પીંગ ડ્યુટી નાખવામાં આવી હતી અને તેના લીધે જીસીસીના દેશોમા એક્સપોર્ટને મોટો ફટકો પડ્યો હતો જેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને હાલમાં જીસીસીના ૬ દેશોમાથી બહેરીન અને સાઉદી અરેબીયામાં એન્ટી ડંમ્પીંગ ડ્યુટી લાગે છે. તેને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ તેમજ કોમર્સ મિનીસ્ટ્રીના અઘિકારીઓએ બન્ને દેશોમા લાગતી એન્ટી ડંમ્પીંગ ડ્યુટી માટે સકારાત્મક પરિણામની ખાતરી આપેલ છે જેથી ઉદ્યોગકારોને બહેરીન અને સાઉદી અરેબીયામાં વેપાર વધવાની આશા બંધાણી છે






Latest News