મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ભુતપૂર્વ વિધાથી-શિક્ષકોનો સ્નેહમિલનનો કાર્યક્ર્મ યોજાયો


SHARE











ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ભુતપૂર્વ વિધાથી-શિક્ષકોનો સ્નેહમિલનનો કાર્યક્ર્મ યોજાયો

ટંકારા તાલુકામાં ૬૦ ના દશકમાં સ્થાનિક કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહે એવા ઉમદા આશયથી ઉચ્ચ કોટીના મહાજન અને મોરબી રાજવી સાથે પારિવારીક ધરબો ધરાવતા મગનલાલ દોશી દ્વારા આ શાળાની શરૂઆત કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન અને પ્રમાણિત બની આજે દેશ વિદેશમાં વસવાટ કરે છે ત્યારે વર્તમાન શાળા સંચાલક અને શિક્ષકો દ્વારા ભુતપૂર્વ વિધાથીનુ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કર્યું હતું જેમાં ત્રણેક હજાર ભુતપૂર્વ વિધાર્થીઓ હાજર રહી ઐતિહાસિક કાર્યક્રમ બનાવ્યો હતો. આ તકે વર્તમાન વિધાર્થીઓએ ૧૫ જેટલી અલગ અલગ કુર્તી રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્યાંગ વિધાર્થી આર્યન અંદરપાએ એમ.પી. દોશીની માનવતા ભર્યા વલણને પોતાની ભાષામાં વાગોળી હતી તો માઈગ્રેડ મજુરોના છોકરા પણ અહી અભ્યાસ કરતા હોય આદીવાસી નૃત્ય કરી એની ભાવના વ્યક્ત કરી હતી. આ શાળાના હસમુખજી પરમાર સહિતના સ્વર્ગસ્થ શિક્ષકોને યાદાંજલી અર્પણ કરી હતી

તો જુના ટ્રસ્ટી મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરીવારશાહ પરીવારમહેન્દ્ર ભાટીયાગંગારામ રાજસી સહિતના વર્તમાન ટ્રસ્ટી ડી. વી. મહેતા. વિજય લાભશંકર દોશી અને કટારીયા પરીવાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે એમ.પી. દોશી વિદ્યાલયને અતિ આધુનિક બનાવવાની અપિલને પુર્વ છાત્રોએ હાથોહાથ વધાવી લીધી હતી અને લાખોની રકમનો ધોધ વહાવયો હતો જેમા બાલાજી ગુર્પના જગદીશ પનારાએ ૧.૨૫ લાખ, લંગોટીયા ગેંગ દ્વારા ૧.૧૧ લાખ, નિલેષભાઈ એક લાખ, દિપેશ ધોડાસરાએ ૧.૧૧ લાખ, ગુલમહોર ગુર્પએ ૫૧ હજાર, બીસીએઆઈ બોર્ડના હરેશ રાવલએ શાળાના ક્રિકેટ માટે જેટલી જરૂરી કિટ આપવાની જાહેરાત કરી હતી તો તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયાએ શાળામાં આરો પ્લાન માટે પાચ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત આપના ઉમેદવાર સંજય ભટાસણાએ ૧૮ હજાર રૂપિયા તો પુર્વ શિક્ષકોએ ૮૧ હજાર જુની તમામ બેચેના વિધાર્થીઓએ માતબર રકમ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા હિતેષભાઈ ગાંધીપંકજ કારેલિયાહસમુખ જૈનસુકેતુ રાવલમિતેષ મહેતાજૈનતી, દુબરીયા રમાબેન રાઠોડ, શાળાના આચાર્ય ડો. ખાંભલા, દિનેશ સહિતના અનેક શિક્ષકગણ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ભાવેશ સંધાણી, રમાબેન રાઠોડ તથા કેતન કટારીયા દ્વારા કરવામાં આવેલ અંતમા વંદે માતરમ્ ગીત સાથે આજનો ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ પુર્ણ થયો હતો






Latest News