મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારનારા શિક્ષક સામે ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 ના વિદ્યાર્થીને બેન્ચ બદલાવાની બાબતે તેના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને માથામાં પાછળના ભાગે મુંઢ ઇજા થઇ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાળાના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાની બજારમાં રહેતા હુસેનભાઇ અબ્બાસભાઈ વેગડી જાતે દાઉદી વોરા (ઉંમર વર્ષ 44) એ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ગૌતમભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓનો દીકરો ઈબ્રાહીમ વેગડી (ઉંમર વર્ષ 17) નીલકંઠ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે અને તે ક્લાસરૂમમાં બેઠો હતો ત્યારે બેંચ બદલાવાની બાબતે તેના શિક્ષકે તેને ઠપકો આપીને ગાલ ઉપર લાફા માર્યા હતા તેમજ માથાના પાછળના ભાગે ધોલ ધપાટ કરી હતી જેથી કરીને તેને માથામાં મુંઢ ઇજા થઈ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં વિદ્યાર્થીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 323 તથા ધ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ 2015 ની કલમ 75 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News