મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

તસ્કરનો તરખાટ: મોરબીના કમલાપાર્કમાં રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીના મળી 1.87 લાખના મુદ્દામાલની ચોરી


SHARE







તસ્કરનો તરખાટ: મોરબીના કમલા પાર્કમાં રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીના મળી 1.87 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં આવેલ કમલા પાર્કના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘર બંધ હતું ત્યારે ઘરના દરવાજાનો સેન્ટર લોક તોડીને અંદર પ્રવેશેલા તસ્કરે સોનાના દાગીના તથા રોકડ રકમ મળીને 1,87,500 ના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ મૂળ હળવદ તાલુકાના જુના દેવડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં આવેલ કમલા પાર્કમાં રહેતા રજનીકાંત ત્રિભુવનભાઈ ભોરણીયા જાતે પટેલ (36) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો નાલંદા સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ત્યાં વાર્ષિક કાર્યક્રમ હોવાથી તે પોતાના પરિવાર સાથે નાલંદા સ્કૂલે ગયા હતા અને ત્યારે તેનું ઘર બંધ હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના રહેણાંક મકાનના દરવાજાનો સેન્ટર લોક તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કબાટના ડ્રોવરમાં રાખેલ અઢી તોલાનું સોનાનું મંગળસૂત્ર, દોઢ તોલાનું સોનાનું બ્રેસલેટ, અઢી તોલાની પાંચ સોનાની વીંટી આમ કુલ મળીને સાડા છ તોલા સોનાના દાગીના જેની કિંમત 1,62,500 તથા રોકડા 25,000 આમ કુલ મળીને 1,87,500 ના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક ચોરી

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ રણજીતગઢ ગામની સીમમાં હરિકૃષ્ણ ધામ મંદિર પાસે મયુરનગર ખાતે રહેતા બાબુભાઈ પોપટભાઈ કણઝારીયા જાતે સતવારા (ઉંમર વર્ષ 52) એ પોતાનું બાઈક નં. જીજે 13 કે.કે. 3531 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને બાબુભાઈ કણઝારિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News