મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત 


SHARE







મોરબીના જડેશ્વર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીમાં આવેલ જડેશ્વર મંદિર પાસે જડેશ્વર રોડ ઉપરથી ચાલીને પગપાળા જતા વૃદ્ધને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટ લીધા હતા જેથી કરીને વૃદ્ધને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને તે વૃદ્ધનું સારવારમાં મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા-1 માં રહેતા અને લુહારી કામ કરતા બળવંતભાઈ ટપુભાઈ રાઠોડ જાતે લુહાર (ઉંમર વર્ષ 57) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ભવ્ય ઈલેક્ટ્રીક નામની દુકાન પાસેથી તેઓના ભાઈ હસમુખભાઈ ટપુભાઈ રાઠોડ પગપાળા ચાલીને જતા હતા ત્યારે તેઓને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા અને પછાડી દીધા હતા જેથી કરીને હસમુખભાઈ ને માથામાં તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે જેથી કરીને મૃતક વૃદ્ધના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News