હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

મોરબી અને ચરાડવામાં જુગારની બે રેડ : પાંચ મહિલા સહિત 11 જુગારી ઝડપાયા, બે ફરાર


SHARE











મોરબી અને ચરાડવામાં જુગારની બે રેડ : પાંચ મહિલા સહિત 11 જુગારી ઝડપાયા, બે ફરાર

મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર પાસે પ્રભુનગર તેમજ હળવદ તાલુકાના ચરડવા ગામે વાડીની પાસે વોકળા ની બાજુમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ મહિલા સહિત 11 જુગારીઓને પકડવામાં આવેલ છે અને બે આરોપી નાસી ગયા હતા આ બંને રેડ દરમિયાન પોલીસે 83,510 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી છૂટેલા બે જુગારીઓને પકડવા માટે હળવદ પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર પાસે પ્રભુનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હેમંતભાઈ કાંતિભાઈ બદ્રકીયા, દયાબેન હરજીવનભાઈ દેત્રોજા, ભાવનાબેન જીતેન્દ્રભાઈ બુધ્ધદેવ, દિવ્યાબેન પ્રાગજીભાઈ પંચાસરા, સોનીબેન અરવિંદભાઈ પરમાર અને ક્રિષ્નાબેન પપ્પુભાઈ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 14,910 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે હળવદ પોલીસ દ્વારા ચરાડવા ગામે વશરામભાઈ શામજીભાઈ માકાસણાની વાડી પાસે જાહેરમાં વોકળા નજીક જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વશરામભાઈ શામજીભાઈ માકાસણા, મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, રણછોડભાઈ રવજીભાઈ સોનગ્રા, રમેશભાઈ ચુનીલાલ જોબનપુત્રા અને શૈલેષભાઈ રતિલાલ પુજારા જુગાર રમતા મળી આવ્યા હતા જોકે પોલીસને જોઈને મહેશ પ્રભુભાઈ વાઘેલા તેમજ ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા નાસી ગયા હતા જેથી કરીને પોલીસે તે બંનેની સામે પણ જુગારધારા હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે 18,600 ની રોકડ, 40 હજાર રૂપિયાની કિંમતના બે બાઈક, 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ આમ કુલ મળીને 68,600 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News