જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી જનાર થાનના ઇસમની સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી જનાર થાનના ઇસમની સામે નોંધાયો ગુનો

મૂળ સુરેન્દ્રનગરના થાન પંથકના વતની અને હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે થાન પંથકનો શખ્સ અપહરણ કરી ગયો હોય તે અંગે ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના થાન પંથકનો રહેવાસી પરિવાર હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કારખાના નજીક રહીને મજૂરી કામ કરે છે.તેઓની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સુરેન્દ્રનગરના થાનગઢ પાસે આવેલ ઉંડવી ગામનો પ્રવીણ રાણાભાઇ સોલંકી નામનો શખ્સ ગત તા.૧૪-૧૨ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ અંગે પ્રવીણ સોલંકીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડીયા દ્વારા પ્રવીણ સોલંકીની સામે અપહરણની કલમ ૩૬૩, ૩૬૬ તેમજ સગીરાનું અપરણ થયેલ હોય પોકસોની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા તેમજ આરોપી પ્રવીણ સોલંકીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના શનાળા રોડ ઉપર રહેતી કવિત અનિલભાઈ કોટક (૧૮) નામની યુવતી ગુજરાત હાઉસિંગ બોર્ડના ખૂણ પાસે બાઈકમાંથી નીચે પડી હતી જેથી કરીને તેને ઈજા થઈ હતી અને તે યુવતીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતી કાજલબેન રામજીભાઈ બાવળિયા (૨૧) નામની યુવતી ઝેરી દવા પી ગઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News