મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની માનશી-ચેલ્સીએ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું


SHARE







મોરબીની માનશી-ચેલ્સીએ યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી વડોદરા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ-૨૦૨૨ વડોદરા મુકામે  યોજાયેલ હતો જેમાં ચિત્રકલા-બ વિભાગમાં મોરબીની માનસી હસમુખભાઈ અમૃતિયાએ પર્યાવરણ બચાવોના વિષયની ચિત્ર સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે જયારે નવયુગ બી. એડ. કોલેજની વિદ્યાર્થિની ચેલ્સી રાજપરાએ નિબંધલેખન સ્પર્ધામાં જળ સંચય અને કરકસર એ જ જળ સમસ્યાનો ઉકેલ છે ના વિષયમાં જળનું મહત્વ સમજાવ્યૂ હતું આ વિષયની લેખન સ્પર્ધામાં ચેલ્સી સંજયભાઈ રાજપરાએ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલા છે. અને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ માટે આ બંને વિદ્યાર્થીનીઓની પસંદગી થયેલ છે. આ તકે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી, હિરલબેન વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી, બી.વી. ચૌહાણ, પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ. નાકીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી, એસ. ડી. વ્યાસ તથા શિક્ષકો તેમજ સબંધીઓએ અભિનંદન પાઠવેલ છે.






Latest News