મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની સ્પર્શ સ્કીન ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીની સ્પર્શ સ્કીન ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબી શહેરમાં છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત અને વિવિધ એવોર્ડ મેળવનાર સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકનું આજથી સાત વર્ષ પહેલા ડો.જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમાં સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા સાતમી વર્ષગાંઠ નિમિતે દર્દીની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે પ્રદાન કરવી, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું, દર્દીની સારવાર દરમિયાન શું કાળજી રાખવી?

સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને પર્સનલ ડેવલપમેન્ટ અંતર્ગત શરીરના હાવ-ભાવ, અવાજ, બોલવાની સ્પીડ અને દર્દીને સમજી શકાય એવી ભાષામાં કઈ રીતે વાત કરવીએ વિષય ઉપર રાજકોટના ૧૪ વર્ષના અનુભવી એવા પબ્લિક સ્પીકર વિરલ ગોહેલનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના ડાયરેક્ટર ડીઆરડીએ અને આસીસ્ટન્ટ કલેક્ટર નવલદાન ગઢવી અને મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.હેમાબેન પટેલ, સેક્રેટરી ડૉ.કૃષ્ણ ચગ, ડો. અલ્કેશ પટેલ તેમજ સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો.મનીષભાઈ સનારિયા પણ હજાર રહયા હતા અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ -અલગ એવૉર્ડ આપીને સન્માનિત કર્યાં હતા. આ તકે ડો. જયેશ સનારીયા તથા ડો. શિતલ સનારીયા દ્વારા લોકોએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી






Latest News