મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે તળાવમાં ડૂબેલ યુવાનનો બે દિવસે મૃતદેહ જ હાથ લાગ્યો : બાળકે પિતાની છત્રછાંયા ગુમાવી


SHARE







મોરબીના જેતપર ગામે તળાવમાં ડૂબેલ યુવાનનો બે દિવસે મૃતદેહ જ હાથ લાગ્યો : બાળકે પિતાની છત્રછાંયા ગુમાવી

મોરબીના જેતપર ગામે તા.૮-૧૨ ના બપોરના સમયે યુવાન તળાવમાં ન્હાવા માટે ગયો ત્યારે ડૂબી ગયો હતો જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ યુવાનનો પાણીમાં પતો ન લાગતા અંતે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે જઇને શોધખોળ કરતા બે દિવસ બાદ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

મોરબી તાલુકા પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે બપોરના સમયે યુવાન તળાવમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને પહેલા ગામના તરવૈયાઓ દ્વારા શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને બાદમાં મોરબી પાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં ડૂબી ગયેલ રવિન્દ્રસિહ ઉર્ફે સન્ની રામસનેરી નીસાદ જાતે કેવટ (ઉ.વ ૩૫) હાલ રહે.ઇટાનો સિરામિક લેબર ક્વાર્ટરમાં ગાળા તા.જી.મોરબી મૂળ રહે. દુબઈ તા.ધારનપુર જીલ્લો કાનપુર ઉત્તરપ્રદેશનો રહેવાસી મજૂર યુવાનનું ડુબી જવાથી મોત નિપજયુ હતુ.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો હતો અને અહીં મોરબીના ગાળા ગામ પાસે સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતો હતો અને ન્હાવા પડ્યા બાદ તેનું ડુબી જવાથી મોત નિપજયુ હતું તેના મોતના પગલે એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની પાસે આવેલ શ્રીજી સીરામીક પાસેથી પસાર થતાં બાઇકને ટ્રક ચાલક લેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઇ જવાયો હતો બાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ અશ્વીનભાઇ શામજીભાઇ શેખવા (ઉ.વ.૨૫) રહે.હાલ મકનસર એકસલ સીરામીકની કારખાનાની પાછળ ઇટોના ભઠામા તા.જી.મોરબી મુળ રહે.ભીમકટા તા.જોડીયા જી.જામનગર તા.૨૦-૧૧ ના સાંજના આશરે આઠેક વાગ્યાની આસપાસ તેમનુ બાઇક નંબર જીજે ૧૦ સીએમ ૬૦૩૪ વાળુ લઇ મકનસરથી મોરબી સ્વેટર લેવા જતા હતા ત્યારે લાલપર ગામ નજીક વાકાનેર હાઇવે શ્રીજી સીરામીકના કારખાનાની સામે પહોચતા પાછળથી ટ્રક નંબર જીજે ૧૬ એયુ ૭૨૯૩ ના ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને અશ્વીનભાઇના બાઇકને પાછળથી ઠોકર મારી એકસીડન્ટ કરી જમણા હાથે-પગે ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી.






Latest News